નવી દિલ્હીઃ આવતીકાલે ન્યૂઝિલેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે બીજી ટી-20 મેચ રમાશે. ભારતે સીરિઝની પ્રથમ ટી-20 મેચમાં જીત સાથે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. બીજી ટી-20 મેચ જીતીને ટીમ ઇન્ડિયા ભારતીય ક્રિકેટ ચાહકોને 26 જાન્યુઆરીના  દિવસે ભેટ આપી શકે છે. ગણતંત્ર દિવસ પર ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.


આ અગાઉ ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને માઉન્ટ માઉન્ગાનુઇ વન-ડે મેચમાં 90 રનથી હાર આપી હતી. વન-ડેમાં ટીમ ઇન્ડિયાની 26 જાન્યુઆરીએ બીજી જીત હતી.

ગણતંત્ર દિવસની વાત કરીએ તો આ દિવસે 1986માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડેમાં ભારતને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો પછી 26 જાન્યુઆરી 2000ના રોજ એડિલેડ વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 152 રનથી હાર આપી હતી જ્યારે આ દિવસે 2015માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં વન-ડે પરિણામ વિનાની રહી હતી. 2019માં 26 જાન્યુઆરીના રોજ માઉન્ટ માઉન્ગાનુઇમાં  ભારતે ન્યૂઝિલેન્ડને વન-ડેમાં 90 રનથી હાર આપી હતી.