ટેસ્ટ ક્રિકેટમાં બની અનોખી ઘટના, શ્રીલંકાના સ્પિનરોએ ઝડપી તમામ 20 વિકેટ
શ્રીલંકાએ 2002 બાદ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં 2-0થી હાર આપી હતી. સાઉથ આફ્રિકા વતી બીજી ઈનિંગમાં ડી બ્રૂયાને 101 રનની ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચમાં હેરાથે 7 વિકેટ લીધી હતી. તેણે બીજી ઈનિંગમાં 98 રન આપીને 6 વિકેટ લીધી હતી. હેરાથે ઈનિંગમાં 34મી વખત 5 અથવા તેથી વધારે વિકેટ લીધી છે. આ મામલે શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન નંબર વન છે. મુરલીધરને તેમની કેરિયર દરમિયાન 67 વખત 5 અથવા તેથી વધુ વિકેટ લીધી છે.
બે મેચની સીરિઝમાં શ્રીલંકાના સ્પિનરોએ 40માંથી 37 વિકેટ લીધી હતી. શ્રીલંકા વતી દિલરુઆન પરેરાએ 16 વિકેટ લીધી, જ્યારે આટલી જ વિકેટ સાઉથ આફ્રિકાના કેશવ મહારાજે પણ લીધી હતી. મહારાજે શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ લીધી હતી. જે કોઈપણ વિદેશી સ્પિનર દ્વારા શ્રીલંકામાં કરેલો શ્રેષ્ઠ દેખાવ છે.
કોલંબોઃ શ્રીલંકાના સ્પિનરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં 199 રનથી હાર આપીને 12 વર્ષ બાદ સીરિઝ 2-0થી તેના નામે કરી હતી. બીજી ટેસ્ટમાં એક સાઉથ આફ્રિકાની બંને ઈનિંગની મળીને 20 વિકેટ સ્પિનરોએ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 20 વિકેટ સ્પિનરોએ ઝડપી હોય તેવી આ એકમાત્ર ઘટના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -