ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો
abpasmita.in | 15 Jul 2019 03:58 PM (IST)
ક્રિકેટ વર્લ્ડકપમાં વિજેતા બનેલી ઈંગ્લેન્ડની ટીમને ચિયર કરવા ખેલાડીઓની પત્ની, ગર્લફ્રેન્ડ અને પરિવારના સભ્યો પણ મેદાનમાં હાજર હતા. ટીમ વિજેતા બનતાં જ સ્ટેડિયમમાં બેઠેલા આ લોકો પણ ભાવુક થઈ ઉઠ્યા હતા અને જીતનું સેલિબ્રેશન કરવા મેદાન પર પહોંચી ગયા હતા. આ દરમિયાન ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સની પત્નીએ તેમના પાર્ટનરને હજારો લોકોની વચ્ચે લીપ કિસ કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.
લંડનઃ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરના અંતે જીત મેળવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બન્યું હતું. મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા અને આસુંઓને રોકી શક્યા નહોતા. ક્રિકેટ વર્લ્ડકપમાં વિજેતા બનેલી ઈંગ્લેન્ડની ટીમને ચિયર કરવા ખેલાડીઓની પત્ની, ગર્લફ્રેન્ડ અને પરિવારના સભ્યો પણ મેદાનમાં હાજર હતા. ટીમ વિજેતા બનતાં જ સ્ટેડિયમમાં બેઠેલા આ લોકો પણ ભાવુક થઈ ઉઠ્યા હતા અને જીતનું સેલિબ્રેશન કરવા મેદાન પર પહોંચી ગયા હતા. આ દરમિયાન ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સની પત્નીએ તેમના પાર્ટનરને હજારો લોકોની વચ્ચે લીપ કિસ કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. બેન સ્ટોક્સે ફાઈનલમાં અણનમ રહીને 84 રન કર્યા હતા. જ્યારે વોક્સે 9 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના પ્રથમ વર્લ્ડકપ જીતવામાં આ બંને ખેલાડીઓનું મહત્વનું યોગદાન હતું.