નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ ટીમે ગઇકાલે વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રૉફી પર કબજો જમાવ્યો, ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડે 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડકપ જીત્યો હતો. એકબાજુ ઇંગ્લિશ ટીમમાં ખુશીનો માહોલ છે, ત્યારે હવે ફાસ્ટ બૉલર ઝેડ ડેર્નબેકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે.

ઝેડ ડેર્નબેકે ક્રિકેટમાંથી રિટાયર્ડ થવાની જાહેરાત કરી છે, ફાસ્ટ બૉલરે સોશ્યલ મીડિયા દ્વારા ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. ઝેડ ડેર્નબેકે કહ્યું કે, ક્રિકેટ વર્લ્ડકપ જીતવાની સાથે સાથે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી એક સારી ક્ષણ ગણાશે.



ઝેડ ડેર્નબેકે જણાવ્યુ કે, આજનો દિવસ સન્યાસ માટે સારો છે, વર્ષો સુધી મારો સહકાર આપવા બદલ દરેકનો આભારી છુ, હાલમાં ઇંગ્લિશ ટીમ વધુ સારી રીતે આગળ વધી રહી છે. હવે મારે સર્રેને સમય આપવાની જરૂર છે.


નોંધનીય છે કે, ઝેડ ડેર્નબેકે ઇંગ્લેન્ડ માટે 24 વનડે અને 34 ટી20 મેચો રમી છે, જેમાં 33 વનડે અને 39 ટી20 વિકેટો ઝડપી છે.