પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અને કમેન્ટેટર રમીજ રજાએ લીગને રદ્દ કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આ લીગમાં ભાગ લઈ રહેલા ફ્રેન્ચાઈજી કરાચી કિંગ્સનો એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત હતો. રમીજીએ કહ્યું કે, ઈંગ્લેન્ટ ખેલાડી હેલ્સ કરાચી કિંગ્સ માટે રમી રહ્યો હતો અને તે કોરોના વાયરસથી સંક્રમતિ હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, હેલ્સ બે દિવસ પહેલા જ પીએસએલ લીગ છોડીને લંડન રવાના થઈ ગયો હતો. જ્યાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને જણાવ્યું કે, “એક ખેલાડી કોરોનાવાયરસથી પીડિત હતો પરંતુ તે પાકિસ્તાનમાં નથી. ”જો કે વસીમ ખાને ખેલાડી નામ જણાવ્યું નહોતું.
એલેક્સ હેલ્સે પીએસએલની આ સીઝનમાં 7 મેચમાં ભાગ લીધો હતો. હેલ્સે સાત મેચોમાં 239 રન બનાવ્યા હતા. હેલ્સના શાનદાર પ્રદર્શનના કારણે કરાચી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવા સફળ રહી હતી. જો કે, હેલ્સ ગત અઠવાડિયામાં જ પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો હતો.
પાકિસ્તાન સુપર લીગની સેમીફાઈનલ કે ફાઈનલ મેચ રમાશે કે નહીં તે અંગે હજુ નક્કી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સ્પષ્ટ કરી દીધું છે કે હાલની સ્થિતિને જોતાં આ સીઝનને લઈને કોઈ પણ નિર્ણય લઈ શકાય નહીં.