લોર્ડ્સઃ ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઈંગ્લેન્ડ સામે રમાઇ રહેલી એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચના બાકી સત્રમાંથી બહાર થઈ ગયો છે. સ્મિથને મેચના ચોથા દિવસે જોફ્રા આર્ચરનો બોલ ગરદન પર વાગ્યો હતો, જે બાદ તે જમીન પર પડી ગયો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, સ્મિથના સ્થાને માર્નસ લાબુશેનનો ટીમમાં સબસ્ટીટ્યૂટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. સ્મિથનું ત્રીજી ટેસ્ટમાં રમવું પણ શંકાસ્પદ છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, ત્રીજી ટેસ્ટ માટે સ્ટીવની ઉપલબ્ધતા અંગે આગામી દિવસોમાં ફેંસલો લેવામાં આવશે. ઓસ્ટ્રિલયાએ સ્મિથના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવા અરજી કરી હતી, જેને મેચ રેફરી રંજન મદુગલેએ સ્વીકાર કરી લીધો હતો.



આ સીરિઝ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નવા નિયમો અંતર્ગત રમાઇ રહી છે. જેમાં માથા કે ગરદનમાં ઈજા થયેલા ખેલાડીના સ્થાને ટીમ વૈકલ્પિક ખેલાડીને મેદાનમાં ઉતારી શકે છે. પહેલા ઘાયલ થયેલા ખેલાડીના સ્થાને મેદાનમાં ઉતરનારો ખેલાડી માત્ર ફિલ્ડિંગ કરી શકતો હતો પરંતુ હવે મેચમાં પૂર્ણ રીતે ભાગ લઈ શકે છે. ટેસ્ટ ઈતિહાસમાં કોઈ સબસ્ટીટ્યૂટ ખેલાડીને ટેસ્ટ મેચની વચ્ચે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.



સ્મિથે મેચના ચોથા દિવસે બીજા સત્રમાં આર્ચરના બોલ પર ઘાયલ થયા બાદ મેદાન છોડવું પડ્યું હતું અને થોડી મિનિટો બાદ વાપસી કરી હતી અને 92 રન બનાવી આઉટ થયો હતો.  સ્મિથ જ્યારે 80 રન પર બેટિંગ કરતો હતો ત્યારે આર્ચરનો 92.3 માઇલ ઝડપે આવેલો બોલ તેના ગરદન અને માથાના વચ્ચેના ભાગ પર લાગ્યો હતો. જેના કારણે તે નીચે પડી ગયો હતો.

લતા મંગેશકરને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વિટ કરીને કહી આ વાત, જાણો વિગત

ત્રણ તલાક પર બોલ્યા અમિત શાહ, સમાજ સુધારકોમાં લખાશે PM મોદીનું નામ

વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે