નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માત્ર મેદાન પરનો જ નહીં મેદાન બહારનો પણ કિંગ છે. સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલો કરવામાં આવતાં ક્રિકેટરોના લિસ્ટમાં તે પ્રથમ નંબર પર છે.




કોહલી એક દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન બનાવી ચુક્યો છે અને આવું કારનામું કરનારો એકમાત્ર ક્રિકેટર છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણો સક્રિય છે.ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ-ત્રણ કરોડથી વધારે ફોલોઅર છે. સોશિયલ મીડિયામાં તે સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર છે.



બીજા સ્થાન પર સચિન તેંડુલકર છે. ટ્વિટર ત્રણ કરોડ, ફેસબુક પર 2.8 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 1.65 કરોડ ફોલોઅર છે.



મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર આટલો એક્ટિવ નથી પરંતુ તેમ છતાં ત્રીજા ક્રમ પર છે. ઈન્સ્ટાગ્રામ પર 1.54 કરોડ, ટ્વિટર પર 77 લાખ અને ફેસબુક પર 2.05 કરોડ ફોલોઅર છે.

ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો

મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા આ જાણીતા નેતા કરશે ઘરવાપસી? જાણો વિગતે

ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર અચાનક કેમ કરાઈ સીલ ? જાણો કારણ