લોર્ડ્સઃ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 2019 એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વરસાદના કારણે મેચ ડ્રો તરફ આગળઈ વધી રહી છે પરંતુ બંને ટીમ વચ્ચે ટક્કર જોરદાર છે. ઈંગ્લેન્ડ તરફથી આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા જોફ્રા આર્ચરે સ્ટીવ સ્મિથને એવો બોલ નાંખ્યો કે જેના કારણે તે મેદાન પર પડી ગયો હતો અને થોડી વાર પછી પેવેલિયન પરત ફર્યો હતો.




મેચની 71મી ઓવરના અંતિમ બોલ પર આર્ચરે સ્મિથને પહેલા બાઉન્સર ફેંકીને ઘાયલ કર્યો હતો. તેમ છતાં સ્મિથ મેદાન પર ઉભો રહ્યો હતો. એક વખત ઘાયલ કર્યા બાદ આર્ચર રોકાયો નહોતો અને સ્મિથને સતત બાઉન્સર નાંખતો હતો. ઈનિંગની 77મી ઓવર દરમિયાન આર્ચરે નાંખેલો બાઉન્સર સ્મિથની ગરદન પર વાગ્યો અને તે જમીન પર સુઈ ગયો હતો.



આ ઘટના જોઈ દરેક લોકો ગભરાઈ ગયા હતા અને મેદાન પર તાત્કાલિક ફિઝિયો દોડી આવ્યો હતો. જે સ્મિથને પેવેલિયન લઈ ગયો હતો. રિટાયર્ડ હર્ટ થવા પહેલા તેણે 80 રન બનાવ્યા હતા અને સાતમી વિકેટ પડ્યા બાદ પાછો મેદાનમાં રમવા ઉતર્યો હતો અને 92 રન બનાવી ક્રિસ વોક્સની ઓવરમાં આઉટ થયો હતો.



આ ઘટના જોઈ ક્રિકેટ પ્રેમીઓને ફિલ હ્યુજીસ સાથે બનેલી દુર્ઘટના તાજી થઈ હતી.

કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર...........

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે