લૉર્ડ્સ: ટીમ ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક લોર્ડસના મેદાનમાં બીજા દિવસેના અંતે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 107 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધારે આર. અશ્વિને 29 બનાવ્યાં હતા.  વિરાટ કોહલીએ 23 રન બનાવ્યાં હતા. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ અન્ડરસને 13.2 ઓવરમાં 20 રન આપી સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.  હાર્દિક પંડ્યા 11  અને કાર્તિક 1 રન બનાવી પેવેલિન પરત ફર્યા હતા. ચેતેશ્વર પુજારા 1 રન બનાવી રન આઉટ થઈ ગયો હતો. જ્યારે  વિરાટ કોહલી  23 રન બનાવી આઉટ થયો હતો.


ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. વરસાદના કારણે સ્થગિત કરવામાં આવેલી મેચ ફરી શરૂ થઈ હતી પરંતુ બે ઓવર જ રમાઈ અને ફરી વરસાદ શરૂ થઈ જતા મેચ સ્થગિત કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાની શરૂઆત જ ખૂબજ ખરાબ રહી અને મેચની પ્રથમ ઓવરમાંજ જેમ્સ એન્ડરસને મુરલી વિજયને(0 રન) બોલ્ડ કર્યો હતો. સાતમી ઓવરમાં એન્ડરસને લોકેશ રાહુલને પણ પેવેલિયન ભેગો કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. લોકેશ રાહુલે આઠ રન બનાવ્યા હતા.

આ પહેલા ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સતત વરસાદના કારણે ટૉસ પણ થઈ શક્યો ન હતો.

ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. શિખર ધવન અને ઉમેશ યાદવની જગ્યાએ પુજારા અને કુલદીપને શામેલ કરવામાં આવ્યા છે.