✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ENG vs IND: ટીમમાં ફેરફાર કરીને સીરીઝમાં વાપસી કરવા આ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે કેપ્ટન કોહલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Aug 2018 06:20 PM (IST)
1

સંભવિત પ્લેઈંગ ઈલેવન ભારતીય ટીમ: લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, રવિન્દ્ર/કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી

2

ટીમ ઈન્ડિયા આવી અનેક સીરીઝ રમી છે જ્યાં પહેલી ટેસ્ટમાં હાર્યા બાદ વાપસી કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી. પછી તે 1973માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટની વાત હોય કે 2001 અને 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની હોય. આવી જ રીતે ટીમ ઈન્ડિયા પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાંથી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર જીતના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. અને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આ મેચ ગુરુવારે બપોરે 3.30 કલાકે રમાશે

3

ચેતેશ્વર પુજારાની વાત કરીએ તો હાલમાં ઈંગ્લેન્ડની પીચને લઈને પુજારા કોઈ પણ ખેલાડી કરતા વધારે અનુભવી છે. જો કે તેના બાદ પણ તેને ટેસ્ટમાંથી બહાર રાખાવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે હવે આ નક્કી કરવાનું રહેશે છે કે આ સીઝનમાં કાઉન્ટી ક્રિકેટ રમનારા પુજારાને પ્લેઈંગ ઇલેવનમાં શામેલ કરવો કે નહીં.

4

બર્મિઘમમાં ઈંગ્લેન્ડની 20 વિકેટ ઝડપી ભારતીય બેટ્સમેને શાનદાર પ્રદર્શન તો કર્યું જ છે પરંતુ આ બોલિંગમાં ફેરફારની સંભાવના દેખાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં બેટ્સમેનોની નિષ્ફળતા બાદ પણ બોલિંગ કોચ ભરત અરૂણે બેટ્સમેનમાં ફેરફાર સાથે ઉતારવાની સંભાવનાથી ઈનકાર દીધો છે. તેમણે કહ્યું કે અન્ય સ્પિનરને ઉતારવા પર વિચાર થઈ શકે છે.

5

સ્પિનર અશ્વિન સાથે કોણ ઉતરશે તેના પર ટીમ ઈન્ડિયાએ ગહન વિચાર કરવો પડશે. લૉર્ડ્સની છેલ્લી જીતમાં રવિન્દ્ર જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં રમ્યો હતો. બીજી તરફ ટીમમાં કુલદીપ યાદવ પણ ફોર્મમાં છે. એવામાં બીજા સ્પિનરને લઈને ટીમમાં મુશ્કેલી થઈ શકે છે.

6

એવામાં ઉમેશ યાદવને પડતો મુકી શકે છે કારણ કે ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલરની જવાબદારી સંભાળશે.

7

લૉર્ડના મેદાન પર ટીમ ઈન્ડિયાના રેકોર્ડની વાત કરીએ તો ખૂબજ ખરાબ રહ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમ 17 ટેસ્ટ મેચ રમી ચુકી છે. જેમાંથી ઈંગ્લેન્ડે 11 મેચમાં જીત હાંસલ કરી છે. અને ટીમ ઈન્ડિયાએ માત્ર 2 વખત ટેસ્ટ જીતી છે. જ્યારે ચાર વખત ટેસ્ટ મેચ ડ્રૉ થઈ ગઈ છે.

8

ટીમ ઈન્ડિયા આવી અનેક સીરીઝ રમી છે જ્યાં પહેલી ટેસ્ટમાં હાર્યા બાદ વાપસી કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી. પછી તે 1973માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટની વાત હોય કે 2001 અને 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની હોય. આવી જ રીતે ટીમ ઈન્ડિયા પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાંથી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર જીતના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. અને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આ મેચ ગુરુવારે બપોરે 3.30 કલાકે રમાશે

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ENG vs IND: ટીમમાં ફેરફાર કરીને સીરીઝમાં વાપસી કરવા આ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે કેપ્ટન કોહલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.