હાર્દિક પટેલને વિસનગર કેસમાં સજા મુદ્દે હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો વિગત
23 જુલાઈ 2015ના રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. આ રેલી દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓ હતા. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થતો હતો. ત્રણેયને 147.148.149 427 અને 435 નીચે દોષિત આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસગનગર કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને હાર્દિકે હાઈકોર્ટમાં પડકારી હતી. ત્યારે આજે આ કેસમાં હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.
નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કોર્ટે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે અને વિસનગર કોર્ટે કરેલી સજાને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી જામીન આપ્યા છે. નોંધનીય છે કે, વિસનગર કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની સજા ફટકારી હતી અને આ પછી ત્રણેયને કોર્ટે શરતી જામીન પણ આપી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -