નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચની ત્રણ મેચની વનડે સીરીઝની આજે અંતિમ અને નિર્ણાયક વનડે લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 256 રન બનાવી ઈંગ્લેન્ડને જીત માટે 257 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબ ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી 37 ઓવરમાં 219 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ તરફથી જો રુટ (78) અને મોરગન (73)  શાનદાર બેટિંગ કરતા  ઈંગ્લેન્ડ જીતની નજીક પહોંચી ગયું છે.


ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 71 રન બનાવ્યા હતા. જ્યારે  શિખર ધવન (44) અને ધોનીએ 42 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને કેચ આઉટ થયો. જ્યારે શિખર ધવનને 49 બોલમાં 44 રન કરીને રન આઉટ અને દિનેશ કાર્તિક પણ માત્ર 21 રન કરીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી અને આદિલ રાશિદે 3-3 વિકેટ ઝડપી  હતી.

પ્રથમ બે વનડેમાં પ્રથમ ટીમ ઇન્ડિયાએ જીતી હતી જ્યારે બીજી વનડેમાં ઇગ્લિશ ટીમ ભારતને માત આપીને જીત સાથે સીરીઝમાં 1-1થી બરાબરી કરી હતી. હવે આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે.

ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીય યાદવ, યજુવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, સિદ્ધાર્થ કૌલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકર અને ભુવનેશ્વર કુમાર.

ઇંગ્લન્ડ વનડે ટીમઃ- ઇયોન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેયર્સટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, જોય રૂટ, જેક બાલ, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, બેન સ્ટોક્સ, આદિલ રાશિદ, ડેવિડ વિલે, માર્ક વુડ.