લંડનઃ આઇસીસી સોમવારે પોતાની વાર્ષિક બેઠકમાં એક મોટો નિર્ણય લઇ શકે છે. ક્રિકેટના નિયમો અને અનુશાસનનુ પાલન ના કરવાને લઇને ICC ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને બેન કરી શકે છે. ઉપરાંત પ્રાઇવેટ ટી20 ક્રિકેટ લીગમાં ખેલાડીઓના ભાગ લેવાનો મુદ્દો પણ સામેલ છે.




હાલમાં ઝિમ્બાબ્વે ક્રિકેટમાં રાજકારણીઓની બોલબાલા અને હસ્તક્ષેપ વધી ગયો છે, જેના કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટ આઇસીસીના કેટલાય નિયમોનુ પાલન નથી કરતુ. હવે તેની સભ્યતા પર સવાલો ઉઠ્યા છે. સોમવારે શરૂ થનારી ICCની વાર્ષિક બેઠકમાં આ ઝિમ્બાબ્વે ટીમ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લઇ શકાય છે.



હાલમાં ઝિમ્બાબ્વેને ટેસ્ટ ક્રિકેટના ટીયર બેમાં રેલીગેટ કરી દેવામાં આવી છે, અત્યારે ટીમ આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સીરીઝ રમી રહી છે.