Antony: બ્રાઝિલના સ્ટાર વિંગર એન્ટૉની (Antony) જલદી જ માન્ચેસ્ટર યૂનાઇટેડ (Manchester United)ની જર્સીમાં દેખાશે, માન્ચેસ્ટર યૂનાઇટેડે એક નિવેદનમાં ખુદ આ વાતની પુષ્ટી કરી છે, યૂનાઇટેડે કહ્યું કે, તે એન્ટૉનીને લઇને ડચ ફૂટબૉલ ક્લબલ 'અજાક્સ'ની સાથે એગ્રીમેન્ટ સુધી પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો માન્ચેસ્ટર યૂનાઇટેડ અને અજાક્સની વચ્ચે આ બ્રાઝિલી વિંગર માટે 81.3 મિલિયન પાઉન્ડ (750 કરોડ રૂપિયા)ની ડીલ થઇ છે. આવામાં આ ડીલ ઇંગ્લિશ પ્રીમિયર લીગના ઇતિહાસમાં ચૌથી સૌથી મોંઘી ડીલ સાબિત થશે. 


એન્ટૉની 22 વર્ષનો છે, તે વર્ષ 2020 સુધી બ્રાઝિલના સાઓ પાઉલો ફૂટબૉલ ક્લબ તરફથી રમતો હતો, અહીંથી અજાક્સે તેને પોતાની સ્ક્વૉડનો હિસ્સો બનાવી લીધો છે. છેલ્લા બે વર્ષોમાં તેને અજાક્સ માટે 82 મેચ રમી, આ દરમિયાન તેને 22 આસિસ્ટ અને 24 ગૉલ કર્યા. 


માન્ચેસ્ટર યૂનાઇટેડના હાલના ચેરમેન એરક ટેન હાગ જ્યારે અજાક્સના મેનેજર હતા, ત્યારે તે એન્ટૉનીના સાઓ પાઉલોથી અજાક્સને લઇને આવ્યા હતા. તેમની જ કૉચિંગમાં એન્ટૉનીએ અજાક્સમાં બે વર્ષ વિતાવ્યા છે, હવે  જ્યારે એરિક ટેન હાગ માન્ચેસ્ટરમાં આવ્યા, તો તેમને આ બ્રાઝિલી વિંગરને પણ પોતાના ગૃપમાં સામેલ કરી લીધા.


એન્ટૉનીએ ગયા વર્ષે જ બ્રાઝિલ માટે ડેબ્યૂ કર્યુ હતુ, ઓક્ટોબર 2021માં તે બ્રાઝિલ માટે પહેલીવાર મેદાનમાં ઉતર્યો, અત્યાર સુધી તે પોતાની રાષ્ટ્રીય ટીમ માટે 9  મેચ રમી ચુક્યો છે, આમાં તેના નામે 2 ગૉલ પણ નોંધાયેલા છે. 


આ પણ વાંચો...... 


September Changes: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો, જાણો ક્યાં વધુ રૂપિયા ખર્ચવા પડશે અને ક્યાં થશે બચત


SBI Recruitment 2022: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ SO ની જગ્યાઓ માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું, 714 જગ્યાઓ માટે થશે ભરતી


મોંઘવારીમાંથી મોટી રાહત! LPG સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તું થયું, જાણો નવા રેટ


Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?


Ind vs HKG: મેચ હાર્ય બાદ હોંગકોંગના આ ખેલાડીએ દીપક ચાહરની સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડનું સ્ટેડિયમમાં કર્યુ પ્રપૉઝ, વીડિયો વાયરલ


Pakistan Flood Crisis: પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી બાદ સ્થિતિ વણસી રહી છે, એક લીટર પેટ્રોલ 236 રૂપિયામાં મળે છે


Ganesh 2022: ટીવીની સ્ટાર એક્ટ્રેસે પોતાના ઘરે ખાવા-પીવાની વસ્તુઓથી બનાવ્યા ખાસ ગણપતિ, શેર કર્યો વીડિયો