કોહલી અને સચિનની 58મી સદીનો આ આંકડો કરી દેશે હેરાન, જાણો વિગત
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં સોમવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની આ 23મી સદી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58મી સદી હતી. કોહલીની આ 58મી આંતરરાષ્ટ્રીય સદીમાં કંઈક એવું હતું જે સાંભળી તમે હેરાન થઈ જશો.
બર્મિંઘમમાં કોહલીએ પૂજારા સાથે 113 રનની ભાગીદારી કરી હતી.
કોહલીએ ટ્રેન્ટ બ્રિજમાં તો સચિને અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે જ 103 રનની ઈનિંગ રમી હતી. ખુદ કોહલી સચિનને તેનો આદર્શ માને છે અને તેની જેમ જ બોલરોની ધોલાઇ કરી ટીમને જીત અપાવવામાં વિશ્વાસ રાખે છે.
આજથી 17 વર્ષ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58મી સદી લગાવી હતી. કોહલી અને સચિનની 58મી સદીનો સ્કોર એકદમ સમાન હતો. બંનેને 103 રન કર્યા હતા. એટલું જ નહીં બંનેએ આ ઇનિંગમાં એક સમાન 197 બોલ પણ રમ્યા હતા.