T-20માં ભારતનાં છોતરાં ફાડી નાખનારા એવિન લુઈસે બનાવ્યા ક્યા પાંચ નવા રેકોર્ડ? જાણો વિગત
ભારત વિરૂદ્ધ વેસ્ટઇન્ડીઝની આ સતત ત્રીજી જીત છે. આ પહેલા ટી20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું અને ત્યાર બાદ ફ્લોરિડામાં રમાયેલ મેચમાં ભારતને હરાવ્યું હતું. જોકે આ મેચમાં વેસ્ટઇન્ડીઝ દ્વારા અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર કરવામાં આવ્યો છે. ઉપરાંત ટી20માં અત્યાર સુધીનો મેચ જીતવામાં માટે ચેઝ કરવામાં આવેલ સૌથી હાઈએસ્ટ સ્કોર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકથી વધારે સેન્ચુરી ફટકારનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો. લુઈસ વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે જેણે ટી20માં એકથી વધારે વખત સેન્ચુરી ફટકારી હોઈ. લુઈસ પહેલા ક્રિસ ગેલ અને બ્રેન્ડન મેક્કલમે આ સિદ્ધી મેળવી છે. ખાસ વાત એ છે કે લુઈસે બન્ને સેન્ચુરી ભારત વિરૂદ્ધ જ ફટકારી છે.
ટી20માં સૌથી હાઈએસ્ટ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. જોકે ટી20માં કોઈપણ ખેલાડીનો સૌથી હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ એરોન ફિંચના નામે છે. ફિંચે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અણનમ 156 રન બનાવ્યા હતા. ઉપરાંત મેક્સવેલે પણ શ્રીલંકા વિરૂદ્ધ અણનમ 145 રન બનાવ્યા હતા. જ્યારે 125 રન સાથે લુઈસ ત્રીજા નંબર પર છે. આ પહેલા વેસ્ટઇન્ડીઝના કોઈપણ ખેલાડીનો હાઈએસ્ટ સ્કોર 117 રનનો હતો.
લુઈસે એક જ ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. લુઈસે 125 રનની ઇનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે જ લુઈસ એક જ ઇનિંગમાં સૌથી વધારે છગ્ગા ફટકારનાર ત્રીજા ખેલાડી બની ગયા છે. ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચના નામે ટી20માં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. ફિંચે 156 રનની ઇનિંગમાં 14 છગ્ગા ફટકાર્યા હતા. ઉપરાંત લુઈસે ભારત વિરૂદ્ધ સૌથી વધારે છગ્ગા ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે રમાયેલ એકમાતર્ ટી20 મેચમાં વેસ્ટઇન્ડીઝે ભારતના છોતરા ફાડી નાંખ્યા. વેસ્ટઇન્ડીઝની જીતના હીરો રહ્યા એવિન લુઈસ. લુઈસે માત્ર 62 બોલમાં 201.61ની સ્ટ્રાઈક રેટ સાથે અણનમ 125 રન ફટકાર્યા. લુઈસે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા તેની સાથે લુઈસે ભારતની વિરૂદ્ધ ટી20 મેચમાં બીજી સેન્ચુરી ફટકારી. આ મેચમાં લુઈસે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. અમે તમને અહીં આ મેચમાં લુઈસના પાંચ નવા રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -