સુરતઃ એવું તે શું થયું કે લગ્નના બે મહિનામાં જ યુવતીએ કરી લીધો આપઘાત?
સુરતઃ અમરોલી-છાપરાભાઠાની યુવતીએ લગ્નના બે જ મહિનામાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. લગ્ન પછી યુવતી તેના પિતાના ઘરે રહેતી હતી. ત્યારે કોઈ કારણસર તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે અમરોલી પોલીસને જાણ કરાતા તેજલના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાવીને ક્યા કારણસર આપઘત કર્યો તે બાબતે તપાસ હાથ ધરી છે. તેજલના લગ્નને હજુ બે જ મહિના થયા હતા. તેમજ હજુ તેમના દાંપત્ય જીવનનો પ્રારંભ પણ નહોતો થયો ત્યાં તેજલે આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે પોલીસ સાચું કારણ જાણવા મથી રહી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે છાપરાભાઠા રોડ પર આવેલી રેસીડેન્સીમાં રહેતા નરેશભાઈ પ્રજાપતિની દીકરી તેજલ(ઉ.વ.22)ના બે મહિના પહેલા દીપક કાનજીભઆઈ પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા. દીપક હાલ ગાંધીધામ ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને દિવાળી પછી તેજલને સાસરે લઈ જવાનો હતો. દરમિયાન ગઈ કાલે તેજલ ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -