રોહિત અને કોહલીની બેટિંગની પ્રશંસા કરવી આ પાકિસ્તાની કોમેન્ટેટરને પડી ભારે, જાણો વિગત
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમમાં મંગળવારે વર્તમાન વિજેતા મુંબઈએ આખરે ચાલુ સીઝનમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. મુંબઈએ કેપ્ટન રોહિત શર્માના 94 રનની મદદથી 20 ઓવરમાં 213 રના બનાવ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમીઝ રાજાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, રોહિત શર્મા, વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સને 30 યાર્ડ સર્કલની અંદર ફીલ્ડમાં વર્ચસ્વ માટે લડતા જોઈને ખૂબ ખુશી થાય છે. એક પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર થવાના કારણે ભલે રમીઝ રાજાએ ભારતીય ક્રિકેટરની પ્રશંસા કરી હોય પરંતુ તે પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસકોને પસંદ ન આવ્યું.
જીત માટે 214 રનના ટાર્ગેટનો પીછો કરતાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 92 રન નોંધાવ્યા હતા.
વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગની પ્રેક્ષકોએ ખૂબ મજા માણી હતી તો કોમેન્ટેટર્સ પણ તેમની ઉત્સુકતા રોકી શક્યા નહોતા. પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાએ પણ આ બંને બેટ્સમેનોની બેટિંગ જોઈ તેમની પ્રશંસા કરી હતી.
તો અન્ય એક યૂઝર્સે લખ્યું છે કે ‘તમે ભારતીયો માટે આઈપીએલને છોડી દો તો સારું થશે. અમને પાકિસ્તાનીઓ પર ગર્વ છે.’ એક વ્યક્તિએ લખ્યું કે, ‘બેશરમ વ્યક્તિ.’
એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, શરમ કરો... તે લોકો તમને ફિલ્ડની અંદર આવવાની પણ મંજૂરી નથી આપતા અને તમે હંમેશા તેમની વાત કરો છો. હું તમને અનફોલો કરું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -