IPL 11: આ ખેલાડીએ બનાવ્યો સીઝનનો બેસ્ટ સ્કોર
30 વર્ષિય રોહિત 52 બોલની પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા. તેણે એવિન લુઈસ (65 રન ) સાથે ત્રીજી વિકેટ માટે 108 રનની પાર્ટનરશીપ બનાવી. લુઈસે 42 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા. રોહિત પહેલા આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસને અણનમ 92 રન અને દિલ્હી ડેરડેવિલ્સના જેસન રોયે અણનમ 91 રનની ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમેશે પહેલા બોલમાં સૂર્યકુમાર યાદવ (0) અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન (0)ને ટીમ શૂન્ય રનના સ્કોર પર પલેવિયન મોકલી દીધા હતા. આ પછી બેટિંગ માટે આવેલા રોહિત શર્મા અંતિમ ઓવર સુધી ક્રીઝ પર રહ્યો.
રોહિતની ટીમ મુંબઈએ બેંગ્લોર સામે 20 ઓવરમાં 6 વિકેટ પર 213 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે મુંબઈની ઈનિંગમાં શરૂઆમાં જ 2 બોલ પર બે વિકેટ ઝડપી હતી.
મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ મંગળવારે શાનદાર બેટિંગ કરી. આઈપીએલ 11માં રોહિતે વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ આરસીબી વિરૂદ્ધ 94 રનની ધામેકાદર ઇનિંગ રમી. ભલે તે સેન્ચુરીથી ચૂકી ગયા પરંતુ તેણે આઈપીએલની આ સીઝનનો ટોપ સ્કોર બનાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -