આ ક્રિકેટરે ત્રીજી વખત કર્યાં લગ્ન, પત્ની છે આધ્યાત્મિક ગુરુ
ઇમરાન ખાનના રાજકીય સચિવ અવિન ચૌધરી અને પીટીઆઈના પ્રવક્તા નઇમ ઉલ હકે લગ્નના અહેવાલનું ખંડન કર્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ઇમરાનના મેરેજમાં સામેલ થયા હતા. અવિન ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે આ એક અફવા છે, અહેવાલમાં કોઈ તથ્ય નથી.
2017 ભારતીય ક્રિકેટરોના લગ્નના નામે રહ્યું. તે વર્ષે કેપ્ટન વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, ઝહીર ખાન અને કૃણાલ પંડ્યાએ લગ્ન કર્યા હતા.
પીટીઆઇ કોર કમિટીના નેતા મુફ્તી સઇદે તેમને નિકાહ પઢાવ્યા હોવાનું કહેવાય છે. ઇમરાન ખાને રેહમ સાથે લગ્ન કર્યા ત્યારે પણ મુફ્તી સઇદે નિકાહ પઠાવ્યા હતા. મુફ્તીને ઇમરાનના ત્રીજા નિકાહ અંગે પૂછવામાં આવતા તેમણે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ)ના વડા અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન તેના લગ્નને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. ઇમરાન ખાને લાહોરમાં નવા વર્ષના દિવસે ગુપ્ત લગ્ન કરી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ વખતે ઇમરાન ખાને એક આધ્યાત્મિક ગુરુને તેની બેગમ બનાવી છે.
અહેવાલ મુજબ ઇમરાન ખાને 1 જાન્યુઆરીની રાતે ત્રીજા લગ્ન કર્યા અને 2018નું સ્વાગત કર્યું. લગ્નના આગલા દિવસે તે ઇસ્લામાબાદમાં આતંકવાદ વિરોધી અદાલતમાં રજૂ થયા હતા. 2014ના કેસ મામલે તેમને જામીન મળ્યા છે.
ટીવી પ્રેઝેન્ટર રેહમ ખાન સાથે ઇમરાન ખાને બીજા નિકાહ કર્યા હતા પરંતુ માત્ર 10 મહિનામાં જ તેનો ધ એન્ડ આવી ગયો હતો. પાક મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇમરાનની દુલ્હનના એક નજીકના સંબંધીના ઘરે તેમના નિકાહ થયા હતા.
ઇમરાન ખાનના પ્રથમ લગ્ન બ્રિટિશ મૂળની જેમિમા સાથે થયા હતા. જેમિમા સાથે 9 વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ 2004માં પરસ્પર સહમતિથી બંનેએ તલાક લઇ લીધા હતા.