અમદાવાદ: રાજસ્થાનમાં કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં 104 બાળકોનાં મોત થતાં અશોક ગેહલોત સરકાર ફસાઈ છે. ત્યારે ગુજરાતની પરિસ્થિતિ રાજસ્થાન કરતા પણ ખરાબ જોવા મળી છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બરમાં 85 નવજાતશિશુઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં એક જ મહિનામાં 134 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે.
જો આંકડાની વાત કરીએ તો વર્ષ 2019માં ડિસેમ્બરમાં 85 નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બરમાં 74 અને ઓકટોબરમાં 94 બાળકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં. ટૂંકમાં છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં 253 બાળકોએ જીવ ગુમાવ્યાં હતાં.
અમદાવાદ સિવિલમાં નવજાત શિશુઓનાં મૃત્યુની સ્થિતિમાં વર્ષ 2019નાં ઓક્ટોબરમાં 94 મોત, નવેમ્બરમાં 74 જ્યારે ડિસેમ્બરમાં 85 બાળકોનાં મોત નીપજ્યાં છે.
એક જ મહિનામાં અમદાવાદ અને રાજકોટની સિવિલમાં 219 નવજાતોનાં મોત નિપજ્યાં, જાણો વિગત
abpasmita.in
Updated at:
05 Jan 2020 10:13 AM (IST)
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બરમાં 85 નવજાતશિશુઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં એક જ મહિનામાં 134 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -