નવી દિલ્હીઃ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)એ ગુરુવારે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અહીં 8 માર્ચના રોજ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ ફાઈનલ જોવા આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. એમસીજીએ જોકે ભાર મુકીને કહ્યું કે આ વ્યક્તિથી અન્ય લોકોને સંક્રમિત થવાનું જોખમ ખૂબ જ ઓછું છે.


ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ 85 રતનથી જીતીને 5મી વખત ટી20 મહિલા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. એમસીજી મેનેજમેન્ટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, રવિવાર 8 માર્ચના રોજ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ ફાઇનલ જોવા આવેલ 1 વ્યક્તિ હવે કોરોના વાયરસ પોઝિટિવ મળી આવી છે.



તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય અને જનસેવા વિભાગે વ્યક્તિને સારવારની સલાહ આપી છે અને તેની આસપાસના લોકો અને સ્ટાફની વચ્ચે કોરોના ફેલાવવાનું જોખમ ઓછું હોવાનું કહ્યું છે. આ વ્યક્તિ એમસીજીના સેક્શન એ42માં નોર્ધન સ્ટેન્ડના લેવલ 2 પર બેઠી હતી.

સ્વાસ્થ્ય અને જનસેવા વિભાગે સલાહ આપી છે કે, એન42માં બેઠેલ લોકો પોતાની સામાન્ય દિનચર્યા ચાલુ રાખે અને સ્વચ્છતા પર વધારે ધ્યાન આપે. સાથે જ કહ્યું છે કે, ઉધરસ, શરદી જેવા લક્ષણ દેખાય તો ડોક્ટરની સલાહ લેવી.