કેદાર જાધવે શેર કરી ચા પીતી તસવીર, ફેન્સે કહ્યું- હાર્દિક-રાહુલના ઘા પર મીઠું ભભરાવ્યું
કેદાર જાધવે શેર કરેલી તસવીરનો સ્ક્રીન શોટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડિલેડઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર કરેલી ટિપ્પણીના કારણે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. બંને પ્લેયર્સને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસથી ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ થાય ત્યાં સુધી હાર્દિક-રાહુલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાર્દિક-રાહુલના સ્થાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વિજય શંકર અને શુભગન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભારત 3 મેચોની વનડે સીરીઝની પહેલી મેચ હારી ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાના પ્લેયર હવે બીજી વનડે મેચ માટે એડિલેડ પહોંચી ગયા છે.
એડિલેડ પહોંચેલા અનેક પ્લેયર્સે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેદાર જાધવની આ તસવીર પર ફેન્સે ફરી એકવાર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનો મજાક ઉડાવવાનું શરૂ કર્યુ છે.
કેદાર જાધવે શિખ ધવન અને ધોનીની સાથે ચા પીતી તસવીર શેર કરી છે. આ તસવીરને શેર કરતાં જાધવે લખ્યું કે, 'ચાનો એક કપ સૌથી વધુ સારું કામ કરી શકે છે.' કેદારની આ તસવીર પર ફેન્સે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટ્રોલ કરી દીધા છે. કેદાર જાધવની આ તસવીર પર યૂઝર્સે લખ્યું કે આ હાદિર્ક પંડ્યા અને કેએલ રાહુલના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -