'ફિલ્મ ડાયરેક્ટરે છ મહિના સુધી ઘર-ઓફિસમાં મારું સેક્સુઅલ હરસમેન્ટ કર્યું'
અહેવાલ મુજબ પીડિતાએ રાજુ હિરાનીની ફરિયાદ સંજૂના કો-પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપડાને કરી હતી. પીડિતાએ પોતાના થયેલા શોષણની માહિતી વિધુ વિનોદ ચોપડાને ઈ મેલ દ્વારા કરી હતી. વિધુ વિનોદ અને તેમના પત્નીએ પીડિતાને મદદ કરવાની ખાતરી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં પીડિતાએ કહ્યું, તેણે હિરાનીને આવી હરકતો ન કરવા અને સામાન્ય વ્યવહાર કરવા સમજાવ્યો હતો. મારા પિતા એક અસાધારણ બીમારીથી પીડાતા હોવાથી હું તેની હરકતો સહન કરતી રહી. પિતાની બીમારીના કારણે મારે નોકરીની ખાસ જરૂર હતી. મારી નોકરી જતી રહે અને કામ પર સવાલ ઉઠાવવામાં આવે તેમ હું ઈચ્છતી નહોતી. મારી નોકરી બચાવવા માટે હું બધું સહન કરતી રહી.
આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે, ફિલ્મ સંજૂના પોસ્ટ પ્રોડ્કશન દરમિયાન હિરાનીએ મારું છ મહિના સુધી શોષણ કર્યું હતું. પીડિતાના મતે, છ મહિના સુધી ઘર તથા ઓફિસમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. હિરાનીએ આરોપો પાયા વિહોણા ગણાવ્યા છે. તેણે આરોપો ફગાવી તપાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
મુંબઈઃ ભારતમાં મીટુની યાદીમાં વધુ એક નામ સામેલ થયું છે. બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાની પર યુવતીએ છ મહિના સુધી જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ હિરાની પર સંજૂ ફિલ્મમાં તેની આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહેલી યુવતએ સેક્સુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -