ઝડપી બોલર આશીષ નહેરા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહેશે અલવિદા!

નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઝડપી બોલર આશીષ નહેરા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. આશીષ નહેરા પહેલી નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પ્રથમ ટી-20 મેચ બાદ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.
નહેરાએ ભારત માટે અત્યાર સુધી 17 ટેસ્ટ, 120 વનડે અને 26 ટી-20 મેચ રમી છે. તેની ટેસ્ટ કારકિર્દી વર્ષ 2004માં પાકિસ્તાન સામે અટકી ગઈ હતી. ત્યાર બાદ વનડે ટીમમાં તેણે વાપસી કરી પંરતું 2011 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ મુકાબલા બાદ તેણે એક પણ વનડે રમી નથી. નહેરાએ ઈજા બાદ આઈપીએલમાં સારુ પ્રદર્શન કરતા ટી-20 માં વાપસી કરી. ત્યાર બાદ ભારતીય ટીમ માટે ટી-20 ક્રિકેટ રમી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચોની ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરતા 38 વર્ષીય આશીષ નહેરાની પંસદગી પર સવાલ ઉઠી રહ્યા છે. જેના બાદ નહેરાએ કહ્યું હતું કે, ‘હું હજી ફિટ શું અને ભારત માટે 2 વર્ષ વધુ ક્રિકેટ રમી શકું છું.’
આ મેચ દિલ્લીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમાં રમાશે. એવામાં એવી અટકળો ચાલી રહી છે કે, આશીષ નહેરાની આ ફેરવેલ મેચ રહેશે અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર નહેરા તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.