બેડ લોને તોડી બેંકોની કમર, આંકડો 9.5 લાખ કરોડને પાર
આરટીઆઈ દ્વારા મળેલી જાણકારી અનુસાર ભારતીય બેંકોની બેડ લોન વધારે પડતી સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની છે. સમીક્ષકોએ નાના કારોબારીની વધતી બેડ લોનને લઈને પણ ચેતવણી આપી છે. તેમના અનુસાર મોટા કારોબારીઓ જેમ જો નાના કારોબારીઓની પણ બેડ લોન વધે છે તો તેનાથી અર્થવ્યવસ્થાના વિકાસ દરની વૃદ્ધિ વધારે ધીમી પડી શકે છે. બેડન લોન એવી લોનને કહેવામાં આવે છે જ્યાં હપ્તાની ચૂકવણી કરવામાં આવતી બંધ થઈ ગઈ હોય. કોઈ લોનને ત્યારે બેડ લોનની શ્રેણીમાં મુકવામં આવે છે જ્યારે તે લોનની ચૂકવણીની સંભાવનાઓ ન દેખાતી હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય અર્થવ્યવસ્થાના વિકાસની ગતી ચાલુ વર્ષે એપ્રિલ જૂનમાં ખૂબ જ ધીમી રહી છે. વિતેલા ત્રણ વર્ષમાં આ સૌથી ધીમી રહી છે. તેના કારણે મોદી સરકાર સામે નવી નોકરીઓ ઉભી કરવાનો પડકાર ઉભો થયો છે.
દેશની મોટા ભાગની કંપનીઓ ફંડની પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બેંકો પર જ નિર્ભર છે, પરંતુ બેડ લોનનો વધતો આંકડો બેંકોના નફા પર અસર કરી રહ્યા છે. આ લોનના કારણે નાના કારોબારીઓને પણ લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે. આ સ્થિતિ એવા સમયે ઉભી થઈ છે જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
બેંકો માટે સ્થિતિ આગળ વધારે બગડી શકે છે. તેના કારણે નવા પ્રત્સાવિત નિયમ બની શકે છે. જે અનુસાર આરબીઆઈ તરફથી વ્યાજ દરમાં જે ઘટાડો કરવામાં આવશે તેને કોમર્શિયલ બેંકો દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવાની રહેશે. જો આ નિયમ લાગુ થઈ જાય તો બેંકોના પ્રોફિટ માર્જિન વધુ ઘટી શકે છે.
ચાલુ વર્ષે જૂન સુધીના આ આંકડા આરટીઆઈ અંતર્ગત મળ્યા છે. આરબીઆઈ તરફથી મળેલ આ ડેટા અનુસાર બેંકોની કુલ બેડ લોન વિતેલા છ મહિનામાં 4.5 ટકા વધી ગઈ છે. આ પહેલાના છ મહિનામાં તેમાં 5.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતમાં બેંકોની બેડ લોન નવી રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આરબીઆઈ તરફથી આરટીઆઈના જવાબમાં મળેલ આંકડા અનુસાર ભારતીય બેંકોની બેડ લોન 149 અબજ ડોલર (9.5 લાખ કરોડ રૂપિયા)એ પહોંચી ગઈ છે. આ આંકડો એ કહેવા માટે પૂરતો છે કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પોતાની ખરાબ લોનની સમસ્યાને નિયંત્રિત કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -