ત્રીજી ટી20 મેચમાં દીપક ચહરે 4 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી, આ કોઇપણ બૉલરનું ટી20માં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
દીપક ચહરે નવો રેકોર્ડ બનાવતા શ્રીલંકાના ફાસ્ટ બૉલર મેન્ડિસે 2012માં 8 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જે આ મેચ પહેલા સુધી ટી20નો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ હતો, હવે આ રેકોર્ડ દીપક ચહરના નામે થઇ ગયો છે. ચહર આ ઉપરાંત ટી20માં 6 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર પણ બની ગયો છે.
દીપક ચહરની હેટ્રિક....
ચહરે મેચની 18મી ઓવરમાં છેલ્લા બૉલ પર ઇસ્લામને આઉટ કર્યો હતો, તે પછી મેચની છેલ્લી ઓવરના પહેલા બૉલ પર રહેમાન અને બીજા બૉલ પર અમીનુલને પેવેલિયન મોકલ્યા હતા. આમ ચહરે સળંગ ત્રણ વિકેટો ઝડપીને હેટ્રિક પુરી કરી હતી.