પત્રકારોનાં પ્રશ્ન પર ધોનીએ પાકિસ્તાનનું નામ લીધું નહીં. પત્રકારે સતત 2 પ્રશ્ન પાકિસ્તાનને લઇને પુછ્યા, જેના જવાબમાં ધોનીએ કહ્યું કે, અહીં તે કોઈ દેશનું નામ લેવા નથી ઇચ્છતો. તેણે કહ્યું કે તે દેશ, સેના અને તેમના પરિવારનાં માટે બટાલિયનમાં સામેલ થયો છે.
પોતાની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટને ઊંચાઈઓ પર પહોંચાડનારા ધોનીને જ્યારે પુછવામાં આવ્યું કે શું તે ઇચ્છે છે કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમાય? તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, “સંબંધો સામાન્ય કરવાના પ્રયત્ન તો કરવા જોઇએ. આ શરૂઆત રમતથી પણ થઈ શકે છે. રમત એવું માધ્યમ રહ્યું છે જે આંતરરાષ્ટ્રિય સમસ્યાઓ સુધારવાનો રસ્તો બનતું રહ્યું છે.” જો કે ધોનીએ એ પણ કહ્યું કે, “દ્વિપક્ષીય સીરીઝ રમવાનો નિર્ણય બંને દેશોની સરકાર અને બૉર્ડનાં હાથમાં છે.”
ઉલ્લેખનીય છે કે ધોની આ પહેલા પણ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમવાનાં પ્રશ્ન પર આવી જ વાત કરતો રહ્યો છે. તમને જણાવી દઇએ કે ધોની બુધવારનાં પેરાશૂટ રેજિમેન્ટની બટાલિયનમાં સામેલ થયો, જેનું હેડક્વાર્ટર બેંગલોરમાં છે. ધોનીની ટ્રેનિંગ કાશ્મીરમાં 31 જુલાઈથી 15 ઑગષ્ટ સુધી હશે. તેની બટાલિયન વિક્ટર ફૉર્સનાં ભાગ રૂપે તે કાશ્મીરમાં છે.