FIFA Suspends AIFF : ભારતીય ફૂટબોલ ખેલાડીઓ અને ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફીફાએ કહ્યું કે નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિફાએ ત્રીજા પક્ષોના હસ્તક્ષેપને કારણે આ નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે 16 ઓગસ્ટથી કોલકાતામાં ડુરંડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં બેંગ્લોર એફસીની ટીમ જમશેદપુર એફસી સામે ટકરાશે.
ઓગસ્ટની શરૂઆતમાં FIFAએ AIFFને થર્ડ પાર્ટીના દખલગીરી પર સસ્પેન્શનની ચેતવણી આપી હતી. પરંતુ હવે તેમણે નિવેદનમાં કહ્યું કે સસ્પેન્શનનો નિર્ણય બધાની સહમતિ બાદ લેવામાં આવ્યો છે.
હાલમાં જ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ સસ્પેન્શનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે તેના સાથી ખેલાડીઓને કહ્યું કે ફિફાની ચેતવણીને ગંભીરતાથી ન લે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેત્રીએ ખેલાડીઓને માત્ર તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
FIFA એ કહ્યું હતું કે FIFA કાઉન્સિલના બ્યુરોએ સર્વસંમતિથી અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને ત્રીજા પક્ષના અયોગ્ય પ્રભાવ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, જે FIFAના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે."
સસ્પેન્શન અંગે FIFAએ જણાવ્યું હતું કે, "AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ સંભાળવા માટે પ્રશાસકોની સમિતિની રચના કરવાના આદેશ પછી સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવશે અને AIFF વહીવટીતંત્ર રોજિંદા બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે.
નોંધનીય છે કે હાલમાં જ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ સસ્પેન્શનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે તેના સાથી ખેલાડીઓને કહ્યું હતું કે ફિફાની ચેતવણીને ગંભીરતાથી ન લે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેત્રીએ ખેલાડીઓને માત્ર તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.