FIFA WC 2022: ફીફા વર્લ્ડ કપ 2022માં આજે સેનેગલ અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં સેનેગલે ઈક્વાડોરને 2-1થી હરાવ્યું હતું. આ બે મેચના પરિણામ બાદ ગ્રુપ-Aમાંથી નેધરલેન્ડ અને સેનેગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. આ ટુર્નામેન્ટમાં ઈક્વાડોર એક મેચ જીત્યું હતું. જેમાં માત્ર કતારનો પરાજય થયો હતો. જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી. ત્રીજી મેચમાં હારની સાથે તે આઉટ થઈ ગઈ હતી.
ગ્રુપ-Aની બીજી મેચ સેનેગલ અને ઈક્વાડોર વચ્ચે રમાઈ હતી જે ખૂબ જ રોમાંચક રહી હતી. સેનેગલે આ મેચ 2-1થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેનેગલ માટે ઈસ્માઈલે 44મી મિનિટે પેનલ્ટી વડે પ્રથમ ગોલ કર્યો હતો. આના કારણે પ્રથમ હાફમાં સેનેગલે 1-0ની સરસાઈ મેળવી હતી.
આ પછી બીજા હાફમાં ઇક્વાડોર માટે મોઇસેસે 67મી મિનિટે ગોલ કરીને મેચને બરોબરી અપાવી હતી. અહીંથી એવું લાગતું હતું કે મેચ ડ્રોમાં સમાપ્ત થશે, પરંતુ સેનેગલનો ઇરાદો અલગ હતો. બીજા ગોલની માત્ર ત્રણ મિનિટ પછી, કાલિડો કૌલિબેલીએ ઝડપી ગોલ કરીને સેનેગલને 2-1ની અજેય સરસાઈ અપાવી હતી.
NED vs QAT FIFA WC: ત્રણેય મેચ હારીને યજમાન કતાર વર્લ્ડકપમાંથી બહાર, નેધરલેન્ડ્સ સુપર-16માં પહોંચી
ફૂટબોલ વર્લ્ડ કપના ગ્રુપ-એમાં યજમાન કતારને તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડ્સે આ મેચ 2-0થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. તે 11મી વખત અંતિમ-16માં પહોંચ્યું છે. છેલ્લી વખત તે 2014માં નોકઆઉટમાં પહોંચી હતી. 2018 માં નેધરલેન્ડ્સ ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું. બીજી તરફ યજમાન કતાર આ વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી શક્યું નથી. તેને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
યજમાન દેશની આ સતત ત્રીજી હાર છે. અગાઉ કતારને ઇક્વાડોર અને સેનેગલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કતાર પહેલું યજમાન રાષ્ટ્ર બન્યું, જેને ગ્રુપ સ્ટેજમાં એક પણ જીત કે ડ્રો મેચ રમવાની તક મળી નથી. અગાઉ 2010માં દક્ષિણ આફ્રિકા તેમના હોસ્ટિંગમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થનારો પ્રથમ દેશ બન્યો હતો. જો કે, તે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી, એકમાં હાર અને એક ડ્રો રમી હતી.