✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

FIFA World Cup Final 2018: વિશ્વ ચેમ્પિયન બનવા માટે ફ્રાન્સ સાથે ટકરાશે ક્રોએશિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jul 2018 10:53 AM (IST)
1

ફાઈનલ મેચનું પ્રસારણ સોની નેટવર્ક પર થશે. હિન્દી માટે સોની ટેન 3/HD અને અંગ્રેજી માટે સોની ટેન 2/HD પર પ્રસારિત થશે.

2

નવી દિલ્હી: ફીફા વિશ્વકપ 2018નો ફાઈનલ મુકાબલો આજે રશિયાની રાજધાની મૉસ્કોના લુજિ્નકી સ્ટેડિયમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે.

3

ફ્રાન્સે આ વિશ્વકપમાં 6 મેચમાં 10 ગોલ કર્યા. જેમાં એન્ટોની ગ્રીઝમેન અને કિલિયન એમ્બાપ્પેએ 3-3 ગોલ કર્યા. જ્યારે ક્રોએશિયાએ 12 ગોલ કર્યા. ક્રોએશિયા ફાઈનલ સુધી પહોંચશે તે કોઈએ વિચાર્યું પણ નહોતું. પરંતુ શાનદાર પ્રદર્શન અને હાર ન માનવાની જીદથી ક્રોએશિયાની ફાઈનલ સુધી પહોંચ્યું છે. ક્રોએશિયાની હાર ના માનવાની જીદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી સેમીફાઈનલમાં જોવા મળી હતી. આ વિશ્વકપમાં ફ્રાન્સની એકપણ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં નથી ગઇ. જ્યારે ક્રોએશિયાએ નોકઆઉટની તમામ મેચો એક્સ્ટ્રા ટાઇમમાં જ જીતી.

4

ફ્રાન્સને 20 વર્ષ બાદ ફરી ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક મળી છે. જ્યારે ક્રોએશિયાને પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સ 20 વર્ષમાં ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. આ પહેલા વર્ષ 1998માં પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • FIFA World Cup Final 2018: વિશ્વ ચેમ્પિયન બનવા માટે ફ્રાન્સ સાથે ટકરાશે ક્રોએશિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.