વનડેમાં 10 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બન્યો આ સ્ટાર ખેલાડી
શનિવારે ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં લોર્ડસના મેદાન પર ધોની જ્યારે બેટિંગ કરવા માટે ઉતર્યો ત્યારે તેને 10 હજાર રન બનાવવા માટે માત્ર 33 રનની જરૂર હતી. ધોનીએ મેચની 43મી ઓવરમાં પ્લંકેટની બોલિંગમાં એક રન લઈને 10 હજાર રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ઈંગ્લેન્ડ સામે બીજી વનડેમાં બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધોની વિકેટ કીપિંગમાં સૌથી વધુ કેચ કરનારો પ્રથમ ભારતીય અને દુનિયાનો ચોથો વિકેટકીપર બની ગયો છે. સાથે બેટિંગમાં 10 હજાર રન બનાવનાર દુનિયાનો 12 ખેલાડી બની ગયો છે.
ધોની ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી જલદી જ 10 હજાર રનના ક્લબમાં પહોંચશે. વિરાટ કોહલીના નામે અત્યારે 210 મેચમાં 9708 રન નોંધાયેલા છે. 10 હજાર રન સુધી પહોંચવા માટે તેને માત્ર 292 રનની જરૂર છે.
આ પહેલા સચિન તેંડુલકર (18426), સૌરવ ગાંગૂલી (11363) અને રાહુલ દ્રવિડ (10889) બનાવી ચૂક્યા છે. 10 હજારના ક્લબમાં ધોની શ્રીલંકાના કુમાર સંગકારા બાદ બીજો વિકેટકીપર બન્યો છે. ધોનીએ વનડેમાં 51.37 એવરેજથી રન બનાવ્યા જેમાં 10 સદી અને 67 અડધી સદીનો સમાવેશ થાય છે.
ધોનીએ 320 મેચમાં આ ઉપલબ્ધિ મેળવી છે. આ સાથે જ ધોની 10 હજાર રન કરનારો દુનિયાનો 12મો અને ભારતનો ચોથો બેટ્સમેન બન્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -