Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
1998માં ફ્રાન્સ પ્રથમવાર ચેમ્પિયન બન્યું ત્યારે જન્મ્યો પણ નહોતો 2018નો આ સ્ટાર ખેલાડી
વર્લ્ડકપ શરૂ થયો તે અગાઉ એમ્બાપ્પેએ જાહેરાત કરી હતી કે તે આ વર્લ્ડકપમાં જેટલી પણ કમાણી કરશે તે તમામ કમાણી એક ચેરિટીમાં દાન કરી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમ્બાપ્પે ફ્રાન્સ તરફથી રમવાની સાથે સાથે પેરિસ સેન્ટ જર્મન ક્લબ તરફથી રમે છે. રિપોર્ટના કહેવા પ્રમાણે, ક્લબે તેને 180 મિલિયન યુરો એટલે કે 14 અબજથી વધુ રૂપિયામાં ખરીદ્યો ત્યારે દુનિયાનો સૌથી મોંઘો ટીનેજર ખેલાડી બન્યો હતો.
ખાસ વાત એ છે કે જ્યારે ફ્રાન્સ પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું ત્યારે . એમ્બાપ્પેનો જન્મ પણ થયો નહોતો. કીલિયન એમ્બાપ્પેએ 19 વર્ષ 207 દિવસની ઉંમરમાં ગોલ કર્યો હતો જ્યારે વિશ્વ કપ ફાઇનલમાં ગોલ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે.
એમ્બાપ્પેનો આ પ્રથમ વર્લ્ડકપ હતો. અત્યાર સુધી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જ્યારે 1998માં જિનેદિન જિદાનના શાનદાર પ્રદર્શનથી ફ્રાન્સ બ્રાઝીલને હરાવીને પ્રથમ વર્લ્ડકપ જીત્યું હતું તેના થોડા મહિના બાદ એમ્બાપ્પેનો જન્મ થયો હતો. એમ્બાપ્પેના પિતા ફ્રાન્સના તો તેની માતા અલ્જીરિયન મૂળના છે. એમ્બાપ્પેનો જન્મ 20 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો તે હાલમાં ફક્ત 19 વર્ષનો છે.
મોસ્કોઃ ફિફા વર્લ્ડકપમાં ફ્રાન્સ ચેમ્પિયન બ્યું હતું. ફાઇનલમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ફ્રાન્સ બીજી વખત ચેમ્પિયન બન્યું હતું. આ અગાઉ ફ્રાન્સ 1998માં ચેમ્પિયન બન્યું હતું. આ વર્ષે ફ્રાન્સની જીતમાં એક ખેલાડીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે જેનું નામ છે કીલિયન એમ્બાપ્પે. એમ્બાપ્પેએ ફાઇનલ મેચમાં 1 ગોલ કરીને ફ્રાન્સને ફરીવાર ચેમ્પિયન બનાવી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -