FIH Hockey Men’s World Cup 2023 India vs Wales: હૉકી વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર કમાલ કર્યો છે, ગુરુવારે (19 જાન્યુઆરી)એ પોતાની ત્રીજી મેચમાં વેલ્સને માત આપી છે, ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી હૉકી મેચમાં ભારતે વેલ્સને 4-2થી સજ્જડ હાર આપી હતી. તેને પૂલ ડીમાં 4-2થી હરાવી દીધુ, આ જીત સાથે જ ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે હવે ક્રૉસ ઓવર મેચ રમશે. ત્યાં તેની ટક્કર 22 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે થવાની છે.
ટીમ ઇન્ડિયાએ ગૃપ ડીની છેલ્લી મેચમાં વેલ્સને 4-2થી માત આપી દીધી, આ જીત છતાં હવે ભારતીય ટીમ સીધી ક્વાર્ટરમાં નહીં પહોંચી શકે. આગામી 22મી જાન્યુઆરીએ ક્રૉચ ઓવર મેચ કલિંગ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમવી પડશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ ડ્રૉ મેચ રમી હતી, આમ છતાં તે ફરીથી જીતના પાટા પર ચઢી ગઇ છે. હૉકી વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને આગળ જવા માટે આગામી પડકારોનો સામનો કરવો પડી શકે છે. હૉકી વર્લ્ડકપ 2023માં આજે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાઇ હતી, ભારતીય ટીમની જીતમાં આકાશદીપ સિંહનો મુખ્ય રૉલ રહ્યો, જેને પોતાની ટીમ માટે બે ગૉલ કર્યા, આ ઉપરાંત શમશેર સિંહ અને કેપ્ટન હરમપ્રીત સિંહે એક-એક ગૉલ ફટકાર્યો હતો.
વેલ્સ તરફથી જેકબ ડ્રેપર અને ફર્લાંગ ગેરેથે ગૉલ કર્યા હતા. આ જીત છતાં ટીમ ઇન્ડિયાને આગામી ન્યૂઝીલેન્ડ સામે જીત જરૂરી છે, અને તે જીત બાદ ભારતને ક્વૉર્ટર ફાઇનલમાં રમવાનો મોકો મળશે. હાલમાં ન્યૂઝીલેન્ડ ગૃપ સીમાં પૉઇન્ટટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. હાલ ભારત પોતાના ગૃપ ડીમાં બીજા નંબર પર છે. ભારત ત્રણ મેચોમાં બે જીત અને એક ડ્રૉ સાથે 7 પૉઇન્ટ સાથે છે. આ ગૃપમાંથી ઇંગ્લેન્ડે બેસ્ટ ગૉલ એવરેજના દમ પર ભારતને પછાડીને ડાયરેક્ટર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.