✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરોડોમાં ખરીદેલો આ ક્રિકેટર પ્રીતિ ઝિંટાને પડ્યો માથે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2018 07:28 AM (IST)
1

રસપ્રદ વાત એ છે કે, ફિંચે IPL શરૂ થયાના એક દિવસ બાદ એટલે કે, 8 એપ્રિલે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે ફટાફટ તે ટીમ સાથે જોડાઈ ગયો હતો. લગ્ન બાદ તે પત્ની એમી સાથે હનીમૂન માટે ગયો નથી અને સીધો IPL રમવા માટે ભારત આવી ગયો, આવામાં તે પણ પોતાના પ્રદર્શનથી અત્યંત નિરાશ હશે તે નક્કી છે.

2

એરોન ફિંચ રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સની સામે પાંચમા ક્રમે બેટિંગમાં આવ્યો હતો અને પ્રથમ બોલે જ ઈમરાન તાહિરનો શિકાર બન્યો હતો. આ પહેલા તે RCB વિરુદ્ધ ઉમેશ યાદવની બોલિંગમાં પણ પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો. આમ, ફિન્ચનું નિરાશાજનક પ્રદર્શન પંજાબ અને તેમના માલિકો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે.

3

પ્રીતિ ઝિન્ટાની માલિકીવાળી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે આ વખતની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન એરોન ફિન્ચને 6.20 કરોડની તોતિંગ રકમમાં ખરીદ્યો છે. પણ ફિન્ચ હજુ સુધી રમેલી બંને મેચોમાં એક પણ રન નોંધાવી શક્યો નથી. નોંધવા જેવી બાબત એ છે કે, આ બંને મેચમાં ફિન્ચ પ્રથમ બોલે જ ઝીરો રન પર LBW આઉટ થયો છે.

4

નવી દિલ્હીઃ તમે એ તો જાણતા જ હશો કે આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને લઈને કેટલી વધારે મજાક ઉડાડવામાં આવતી હોય છે. પછી ભલે તે દૂલ્હાની હોય કે દુલ્હનની હોય. આમ તો વરરાજાની મજાક વધારે ઉડાડવામાં આવતી હોય છે. હવે આ આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહેલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચની ખૂબ મજાક ઉડાડવમાં આવી રહી છે. ફિંચે લગ્ન પછી પોતાની બે ઇનિંગ રમી અને તે બન્નેમાં નિષ્ફળ ગયો છે. તેના કારણે તેની હવે મજાક ઉડી રહી છે. સાથે સાથે પંજાબ માટે તે ફિંચ માથે પડ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કરોડોમાં ખરીદેલો આ ક્રિકેટર પ્રીતિ ઝિંટાને પડ્યો માથે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.