6 વર્ષના સંબંધ બાદ અલગ થયા જોન સીના અને નિક્કી બેલા, મે મહિનામાં થવાના હતા લગ્ન
નિક્કી બેલા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આ એક મુશ્કેલ ફેંસલો હતો. અમે એકબીજાને પ્રેમ અને સન્માન કરવાનો વાયદો કર્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે આ સમયે અમારી પ્રાઇવેસીનું સન્માન કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોસ એન્જેલિસઃ રેસલિંગ સ્ટાર અને અભિનેતા જોન સીના તથા તેની પ્રેમિકા નિક્કી બેલા 6 વર્ષના પ્રેમ પ્રસંગ બાદ હવે અલગ થઈ ગયા છે.
જોન સીનાએ રેસલિંગ રિંગમાં જ નિક્કી બેલાને પ્રપોઝ કર્યું હતું. જેનો તેણે સહર્ષ સ્વીકાર કરી લીધો હતો.
આ કપલે ગત વર્ષે સગાઈ કરી હતી. ટીવી શો ટોટલ દિવાઝના પ્રીવ્યૂમાં આ કપલના બ્રેકઅપનો અંદાજ આવી ગયો હતો.
જોન સીના અને નિક્કી બેલાએ 2012માં એકબીજેને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
નિક્કી બેલાએ જોનની પ્રપોઝ સ્વીકાર્યા બાદ લાઇવ શોમાં જ એકબીજાને કિસ કરી હતી.
આ કપલ અંતિમ વખતે 8 એપ્રિલના રોજ રેસ્લમેનિયામાં સાથે જોવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોન અને નિક્કી 5 મેના રોજ લગ્ન કરવાના હતા. પરંતુ તે પહેલાં જ બંનેએ અલગ થઈ ગયા છે.
યુએસ મેગેઝિન ડોટ કોમના જણાવ્યા મુજબ ડબલ્યુડબલ્યુઈના આ કપલે તેમની સગાઈ તોડવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -