IND vs SA: ગુરુવારે ડર્બનમાં પ્રથમ વન ડે, ટીમ ઇન્ડિયા પાસે નંબર-1 બનવાની તક
સાઉથ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 4-2થી જીતશે તો નંબર વન બનશે. આઇસીસી રેન્કિંગમાં 120 પોઇન્ટ સાથે યજમાન સાઉથ આફ્રિકા હાલ નંબર-1 પર છે, જ્યારે ભારતીય ટીમ 119 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. 116 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડર્બનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડર્બનમાં ગુરુવારે વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. 6 મેચની શ્રેણી પૈકીની પ્રથમ વન-ડેનો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે બપોરે 4.30 કલાકે થશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ જોહાનિસબર્ગમાં મળેલી જીતથી ભારતીય ટીમ ઉત્સાહમાં છે અને વન-ડેમાં પણ સારો દેખાવ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વનડે ટીમમાં ધોની જેવા અનુભવી અને અક્ષર પટેલ, ચહલ, કુલદીપ યાદવ જેવા યુવા ખેલાડીઓની હાજરીથી ટીમ ઈન્ડિયા વધારે સંતુલિત અને મજબૂત લાગી રહી છે.
બીજી તરફ શ્રેણી શરૂ થવા પહેલા જ સાઉથ આફ્રિકાની ટીમને જોરદાર ફટકો લાગ્યો છે. વિસ્ફોટક બેટ્સમેન ડીવિલિયર્સ ઇજાના કારણે પ્રથમ ત્રણ મેચમાં નહીં રમે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -