ગુજરાતમાં ભાજપના આ બે ધારાસભ્યો ઠરી શકે છે ગેરલાયક, ભાજપના સભ્યોની સંખ્યા થઈ શકે 97, જાણો કેમ?
આ ધારાસભ્યો સામે પીટિશન દાખલ કરી શકાય છે. હવે આ ધારાસભ્યોએ મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કર્યાનું પુરવાર થાય તો તેની સામે પીટિશન દાખલ કરી શકાય છે. લોકપ્રતિનિધિત્વની કલમ 10 એ હેઠળ આ ધારાસભ્ય ગેરમાન્ય ઠેરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીના પરિણામ જાહેર થયાના 30 દિવસમાં દરેક ધારાસભ્યએ પોતાના ચૂંટણી ખર્ચની વિગત દર્શાવવી પડે છે. ગુજરાતના ધારાસભ્યો માટે આ ડેડલાઇન 17 જાન્યુઆરીની હતી. ચૂંટણી પંચ દ્વારા કુલ રૂ. 28 લાખની ચૂંટણીખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. નિયમ અનુસાર કોઇપણ ધારાસભ્યને નિર્ધારીત મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચની મંજૂરી નથી. પરંતુ કોઇ ધારાસભ્ય મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કરે તો તેને લોકપ્રતિનિધિત્વ ધારાના ૧૨૩(૬) હેઠળ ભ્રષ્ટ નીતિ ગણવામાં આવે છે.
ભાજપના બે ધારાસભ્યો હિંમતનગર બેઠકમાંથી રાજેન્દ્રસિંહ ચાવડાએ રૂ. 33.78 લાખ અને સંતરામપુર બેઠકમાંમાંથી કુબેર દિનોદરે રૂ. 28. 95 લાખ એમ નિર્ધારીત મર્યાદા કરતા વધુનો ચૂંટણી ખર્ચ કર્યો છે. દિલ્હીમાં તાજેતરમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 'ઓફિસ ઓફ પ્રોફિટ' ને મામલે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. હવે ચૂંટણી ખર્ચને મામલે ગુજરાતમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થાય તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.
ભાજપના બે ધારાસભ્યો દ્વારા ચૂંટણીપંચના નિયમની અવગણના કરીને નિર્ધારીત રૂ. 28 લાખથી વધારે ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ જો આ બંને ધારાસભ્યો સામે પીટિશન દાખલ કરવામાં આવે અને ચૂંટણી ખર્ચ કર્યાનું સાબિત થાય તો ભાજપની બેઠક ઘટીને 97 થઈ શકે છે. એટલું જ નહીં આ બંને સભ્યો આગામી ત્રણ વર્ષ સુધી કોઇપણ ચૂંટણી લડવા ગેરમાન્ય ઠરશે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામો જાહેર થયાને અઢી મહિનાથી વધારે સમય થઇ ગયો છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સત્તામાં આવેલી ભાજપ સરકાર આ વખતે 100 સીટ પણ જીતી શકી નથી. વિધાનસભા ચૂંટણીમાં 99 બેઠક જીત્યા પછી ખાતા ફાળવણી અંગે થયેલા વિવાદ બાદ ભાજપ સરકાર માટે વધુ એક વખત રાજકીટ સંકટના વાદળો ઘેરાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -