IPLમાં કોઈ ન ખરીદ્યો તો કાઉન્ટીના ડેબ્યૂ મેચમાં આ ભારતીય બોલરે ઝડપી 5 વિકેટ
ચેતેશ્વર પુજારા બાદ ઈશાંત શર્મા એવા ભારતીય ખેલાડી છે જે આ ક્રિકેટનો ભાગ છે. તે કાઉન્ટી ટીમ માટે પાંચ પ્રથમ શ્રેણી અને 8 લિસ્ટ એ મેચ રમશે. ઈશાંત શર્મા માટે ઇંગ્લિશ કાઉન્ટીમાં રમવાની આ પ્રથમ તક છે. તે ચાર એપ્રિલથી શરૂ થયેલ પોતાની સેવાઓ ચાર જૂન સુધી જારી રાખશે. ઈશાંત શર્માને 75 લાખની બેસ પ્રાઈસ સાથે આઈપીએલમાં કોઈએ ખરીદ્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ બીજી ઇનિંગમાં કેપ્ટને એક વખત ફરી ઇશાંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઈશાંતે વિરોધી ટીમની ત્રણમાંથી બે વિકેટ પોતાના નામે કરી. દિલ્હીના 29 વર્ષીય ઇશાંતે વિરોધી ટીમના બે મહત્ત્વપૂર્ણ બેટ્સમેન ઇઆન બેલ અને જોનાથન ટ્રોટની વિકેટ ઝડપી. જોકે અંતમાં આ ચાર દિવસીય મેચ ડ્રો પર ખત્મ થયો.
ત્યાર બાદ સસેક્સની ટીમે બેટિંગ કરતાં 374 રન બનાવ્યા. બોલિંગની સાથે સાથે ઈશાંતે બેટિંગ પર પણ હાથ અજમાવ્યો અને 22 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો.
બર્મિંઘમમાં રમાઈ રહેલ ડિવીઝ 2ના આ મેચમાં સસેક્સની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગ કરવા આવેલ વાર્વિકશાયરની ટીમે 299 રન બનાવ્યા. પરંતુ ઇશાંતે પ્રથમ ઇનિંગમાં વિરોધી ટીમની 3 વિકેટ ઝડપી. પ્રથમ વખત કાઉન્ટીમાં રમવા ઉતરેલ ઇશાંતે એમડ હોજ, વિકેટકીપર ટિમ એમ્બ્રોજ અને ઓપનર વિલ રોડ્સની વિકેટ ઝડપી.
નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 11માં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ કાઉન્ટી ક્રિકેટ તરફ વળનાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઇશાંત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની ટીમ સસેક્સ માટે ડેબ્યૂ મેચ રમચાં ઈશાંતે પાંચ વિકેટ ઝડપી વિરોધી ટીમને મુશ્કેલમાં મુકી દીધી અને પોતાની ટીમ માટે મેચ ડ્રો તરફ લઈ ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -