હાલના રાષ્ટ્રીય ખેલાડી રવિ લાલ હેમ્બ્રાસ અને ચંદન ટુડૂ તેનાથી બચી ગયા, પરંતુ ગાંગુલી બેભાન થઈ ગયા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ગાંગુલીના પરિવારમાં માતા, પત્ની અને એક પુત્ર છે. તેણે 1993માં સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપમાં બિહાર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અભિજીત 1990માં સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર્સમાંના એક હતા.
જે બાદ રેલ્વેમાં તેની નોકરી લાગી ગઈ હતી. તેણે અનેક વર્ષો સુધી ઈન્ટર ઝોનલ રેલ્વે ચેમ્પિયનશીપમાં ઈસ્ટર્ન રેલ્વે ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે બાદ તે ધનબાદ રેલ્વે ડિવિઝનના કોચ બન્યા હતા. ગાંગુલી બિરસા ફૂટબોલ ક્લબમાં યુવા ખેલાડીઓની પ્રતિભાને નિખારતા હતા. ધનબાદ ફૂટબોલ એસોસિયેશનના સચિવ ફૈયાઝ અહેમદે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ શહેરે એક શાનદાર કોચ ગુમાવી દીધા છે.