Ronaldo vs Messi: રિયાદે ગુરુવારે રાત્રે પેરિસ સેન્ટર જર્મન (PSG) અને રિયાદ ઓલસ્ટાર XI (Riyadh All Star XI) ની વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં મેસ્સી (Messi) અને રોનાલ્ડો (Ronaldo) આમને સામને હતા, ફૂટબૉલના આ બન્ને દિગ્ગજો સાથે એમબાપ્પે અને નેમાર જેવા મોટા ખેલાડી મેદાનમાં હાજર હતા, આ ફ્રેન્ડલી મેચમાં બૉલીવુડના મેગાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) સ્પેશ્ય ગેસ્ટ તરીકે હાજરી આપી હતી, મેચ શરૂ થયાના ઠીક પહેલા તેમને બન્ને ટીમોના સ્ટાર્સ લિયૉનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો સાથે ખાસ મુલાકાત કરી હતી.
અમિતાભ બચ્ચને આ મુલાકાતનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, તેમને આ વીડિયોને પૉસ્ટ કરતા લખ્યુ- શું સાંજ હતી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયૉનેલ મેસ્સી, એમબાપ્પે, નેમાર તમામ રમી રહ્યાં હતા, અને ગેમને શરૂ કરવાનો મોકો તમારા આમંત્રિત ગેસ્ટને મળ્યો.
મેસ્સી અને રોનાલ્ડોને જોવા માટે ચરમ પર હતો ઉત્સાહ -
આ મેચને જોવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ફૂટબૉલ ફેન્સનો ઉત્સાહ ચરમ પર હતો, ટિકીટ માટે 20 લાખ રિક્વેસ્ટ આવી હતી, એક ચેરિટી ટિકીટ તો 21 કરોડથી વધુની કિંમતમાં વેચાઇ, મેસ્સી અને રોનાલ્ડોને આમને સામનો જોવા માટે આ ઉત્સાહ હતો. રિયાદનુ સ્ટેડિયમ હાઉસફૂલ હતુ, અને જ્યારે સ્ટેડિયમમાં રોનાલ્ડો અને મેસ્સીની એન્ટ્રી થઇ તો માહોલ જોવાલાયક બની ગયો હતો.
સ્ટેડિયમમાં ફેન્સનો ઉત્સાહ ત્યારે ડબલ થઇ ગયો જ્યારે આ બન્ને ખેલાડીઓએ બેક ટૂ બેક ગૉલ કર્યા. આ મેચમાં ગૉલનો વરસાદ થયો, તમામ સ્ટાર્સે ગૉલ કર્યા, જોકે, અંતમાં આ મેચ મેસ્સીની ટીમ PSG જીતી ગઇ, PSGએ રોનાલ્ડોની ટીમ રિયાદ ઓલ સ્ટારને 5-4 થી હાર આપી હતી.