Football Star Benjamin Mendy : બળાત્કાર અને બળાત્કારની કોશિશના અનેક કેસોનો સામનો કરી રહેલા માન્ચેસ્ટર સિટીના પ્રખ્યાત ડિફેન્ડર બેન્જામિન મેન્ડીએ દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. તેણે 10,000 મહિલાઓ સાથે સંબંધો રાખ્યા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 28 વર્ષના બેન્જામિન મેન્ડી સામે પહેલાથી જ બે બળાત્કારના કેસ ચાલી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કેસની છેલ્લી સુનાવણી દરમિયાન ન્યાયાધીશો બે અલગ-અલગ મહિલાઓને સંડોવતા બે આરોપો પર કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.


ત્યાર બાદ આ બંને કેસને ફરીથી સુનાવણી માટે કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મેન્ડી પર ઓક્ટોબર 2020માં તેની 4 મિલિયન પાઉન્ડની કિંમતની ચેશાયર મેન્શનમાં 24 વર્ષની મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. તેના બે વર્ષ પહેલા 29 વર્ષની એક મહિલાએ મેન્ડી પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થયેલી ટ્રાયલ દરમિયાન મેન્ડીને દોષિત ઠેરવવામાં આવ્યો નહોતો.


આ કારણોસર તેને બળાત્કારના છ કેસ અને મહિલાઓની જાતીય સતામણીના ચાર કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, અન્ય બે કેસોમાં જ્યુરીઓ અંતિમ ચુકાદા સુધી પહોંચી શક્યા ન હતા. આ જ કારણ છે કે, તેની સામે ફરી કેસ શરૂ કરવામાં આવ્યો છે.
મેન્ડી પર બળાત્કારનો આરોપ મૂકનાર મહિલાએ કહ્યું હતું કે, ફ્રેન્ચ ફૂટબોલરે તેનો ફોન છીનવી લીધો હતો. જ્યારે તે તેનો ફોન લેવા માટે તેમના બેડરૂમની અંદર ગઈ, ત્યારે મેન્ડીએ બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. ત્યાર બાદ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.


મેન્ડીએ પીડિતાને જણાવ્યું કે, તેના 10,000 મહિલાઓ સાથે સંબંધો છે. તેણે પીડિતાને એમ પણ કહ્યું હતું કે, આ અંગે કોઈને પણ ના કહે અને તું દરરોજ રાત્રે આવી શકે છે. મેન્ડીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, તેના જીવનમાં તેણે અત્યાર સુધી જેટલી પણ મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા તે તમામ મહિલાઓની સંમતિથી જ બનાવ્યા હતા.


મેન્ડીએ દાવો કર્યો હતો કે, તેના લગભગ 10,000 મહિલાઓ અને છોકરીઓ સાથે શારીરિક સંબંધો હતા. પરંતુ તેણે ક્યારેય કોઈ છોકરી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો નથી. બેન્જામિન મેન્ડીનો માન્ચેસ્ટર સિટી સાથેનો કરાર ગયા શનિવારે સમાપ્ત થયો હતો. તેણે આ ટીમ સાથે 75 મેચ રમી છે. મેન્ડી 2018માં વર્લ્ડ કપ જીતનાર ફ્રાન્સની ટીમનો પણ ભાગ હતો.


https://t.me/abpasmitaofficial