નવી દિલ્હીઃ ભારતીય સંસ્કૃતિનો આજે મોટામાં મોટો દિવસ છે, આજે દિવાળીનો દિવસ ભારતમાં મોટા તહેવાર તરીકે મનાવવામાં આવે છે. દરેક ભારતીયો દિવાળીને ખાસ રીતે ઉજવે છે. આ પ્રસંગે લોકો એકબીજાને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપે છે. ત્યારે આ બધાની વચ્ચે ક્રિકેટ જગતમાંથી પણ ભારતીય ફેન્સ માટે દિવાળીની શુભેચ્છાઓને વરસાદ થયો છે, જોકે, ભારતીય જ નહીં પણ વિદેશી ક્રિકેટરોએ પણ ભારતીયોને દિવાળીને શુભેચ્છાઓ પાઠવી છે. અહીં યુનિવર્સ બૉસ ગેલથી લઇને દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ અને વૉર્નર સહિતના ક્રિકેટરોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે. જુઓ બધાના ટ્વીટ્સ.....


કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેને યુનિવર્સ બૉસ તરીકે જાણીતા ક્રિસ ગેલે ભારતીય ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.