સાઇમન કેટિચે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નથી જાણતો કે તે એક ગ્રુપ-ટીમને કઇ રીતે સંભાળે છે. તે કેપ્ટન તરીકે કદાચ હજુ પણ શીખી રહ્યો છે. કેટિચે વધુમાં કહ્યું કે, તમે એક મહાન ખેલાડી હોઇ શકો છો પણ નેતૃત્વ ક્ષમતા અલગ વાત છે. તે હજુ પણ એવા સમયમાં છે જે કેપ્ટન તરીકે શીખી રહ્યો છે.
કોહલીની કેપ્ટનશીપમાં જ ભારતે વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમવાનું છે, તે એક સારો બેટ્સમેન છે, તેને ધોની પાસેથી શીખવાની ખુબ જરૂર છે, તેની પાસે વર્લ્ડકપમાં ધોની જેવો મહાન પૂર્વ કેપ્ટન છે જે તેને માર્ગદર્શન આપશે.