સિડની: જો તમે સિડનીમાં ફરવા જતાં હોવ તો ત્યાં રોકાવાની ચિંતા કરતાં નહીં કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથના મહેલ જેવા ઘરમાં તમે રોકાઈ શકો છો. તેનું આ ઘર સિડનીમાં આવેલું છે. જો આ માટે તમારે રૂપિયા ચુકાવવા પડશે. સ્ટિવ સ્મિથે સિડનીમાં રહેલા પોતાના લક્ઝરી બંગલોને ભાડા માટે આપી દીધું છે. જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ એક લાખ રૂપિયાની આસપાસ છે.
સ્મિથે 3 બેડરૂમ અને 3 બાથરૂમવાળા આ ઘરને 2015માં લગભગ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ત્યાર બાદ તેણે ઘરમાં બહુ જ કામ કરાવ્યું છે. આ ઘરમાં એ તમામ સુવિધા છે જે એક મહેલ જેવા ઘરમાં હોય. ઘરમાં ઓપન કિચન અને ડાઈનિંગ એરિયા છે. આ ઘરની સૌથી મોટી ખાસિયત સિડની હાર્બર બ્રિજ છે, જે ઘરના દરેક રૂમમાંથી સ્પષ્ટ જોવા મળે છે.
ઘરના ગેટ કાચના છે. જેનાથી કુદરતી રોશની સીધી ઘરની અંદર આવી શકે છે. આ સ્મિથના લક્ઝરી કલેક્શનમાં એક છે. રસપ્રદ વાત એ છે તે તેણે ઘરનું ભાડુ પણ ઘટાડી દીધું છે. કારણ કે 2018માં જે ભાડુ માંગ્યું હતું તેના કરતા આ વખતે 12 હજાર રૂપિયા ઓછું છે.
સ્મિથ હાલ ત્રણ ટી-20 અને વન-ડે મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. 2018માં યજમાન દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં ફસાયા પછી સ્મિથ પ્રથમ વખત આ દેશના પ્રવાસે છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્મિથના આ લક્ઝુરિયસ બંગલોમાં તમે રોકાઈ શકો છો? એક અઠવાડિયાનું કેટલું છે ભાડું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2020 09:42 AM (IST)
સ્ટિવ સ્મિથે સિડનીમાં રહેલા પોતાના લક્ઝરી બંગલોને ભાડા માટે આપી દીધું છે. જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ 1 લાખ 40 હજાર રૂપિયાની આસપાસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -