નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ બે મેચ જીતીને સીરિઝમાં 2-0ની લીડ લઈ લીધી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈજા બાદ મેદાનમાં કમબેક કર્યુ છે. પ્રથમ બંને ટી-20 મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના રબાડાને વર્તમાન સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યા છે. જ્યારે કોહલી અને સ્ટીવ સ્મિથને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યા હતા.


બુમરાહનું બોલ પર અકાલ્પનિક નિયંત્રણ

મેકગ્રાએ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક દરમિયાન કહ્યું, બુમરાહ ખાસ પ્રકારનો બોલર છે. અન્ય ફાસ્ટ બોલરની જેમ તેનો લાંબો રન અપ નથી, પરંતુ તેમ છતાં સારી ઝડપે બોલિંગ કરે છે. બોલ પર તેનું અકાલ્પનિક નિયંત્રણ છે અને તેનું વલણ સકારાત્મક છે.

કોહલી છે અદભૂત

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઈ મેકગ્રાએ કહ્યું, તે અદભૂત ખેલાડી છે અને ટેકનિકલી પણ ખૂબ મજબૂત છે. ભારતીય કેપ્ટન તરીકે તે થોડો અસાધારણ અને આક્રમક છે પરંતુ તે શ્રેષ્ઠ ખેલાડી છે.

અફઘાન એરલાઇન્સનું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 80થી વધુ લોકોના મોતની આશંકા

ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........

મારુતિએ Altoનું CNG વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેટલી છે કિંમત