આર્મી ટ્રેનિંગથી પરત આવ્યા બાદ તેનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના એક યુવા પ્રશંસકને એક સારો વિકેટકિપર બેટ્સમેન બનવાના ગુણ શીખવાડતો જોવા મળ્યો. જોકે, સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોને લઈને એવી પુષ્ટિ નથી થઈ શકી કે તે જૂનો વીડિયો છે કે પછી હાલનો છે. પરંતુ પ્રશંસકો આ વીડિયોને તેની આર્મી ટ્રેનિંગથી પરત ફર્યા બાદનો હોવાનો કહી રહ્યા છે અને તેને જોઈને પણ એવું જ લાગી રહ્યું છે.
ધોનીએ પોતાના આ પ્રશંસકને કહ્યું કે તેના પિતાથી જાણવા મળ્યું કે તે પણ વિકેટકિપર બેટ્સમેન બનવા માંગે છે, પરંતુ તેના પિતાને તેની ખાવાના સમય સાથે ઘણી પરેશાની છે. ધોનીએ પોતાના પ્રશંસકને સમજાવતાં કહ્યું કે તે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ખાય અને પોતાની ડાયટથી ખાંડ અને તળેલી વસ્તુઓને દૂર રાખે. તેની સાથે પોતાના ડાયટમાં શક્ય એટલી વધું શાકભાજી અને ફળને સામેલ કરવાની જરૂર છે. કારણ કે જ્યારે તે તાકાતવાન બનશે, ત્યારે તે મોટી સિક્સર મારી શકશે. ડાયટથી જ તે ઝડપથી કેચ ઝડપી શકશે. ધોનીએ પોતાના પ્રશંસકને કહ્યું કે હવે તેને આશા છે કે તે પોતાના પિતાની સલાહ પર જ ડાયટ પ્લાન બનાવશે.