ફાઇનલ મેચ બાદ માંજરેકરે ટ્વીટ કરીને કહ્યું કંઇ મજા ના આવી, જ્હોન્ટી રોહડ્સે આપ્યો સણસણતો જવાબ
abpasmita.in | 13 May 2019 12:59 PM (IST)
સંજય માંજરેકરે ફાઇનલ મેચમા લેવલ પર સવાલ ઉભા કર્યા, ખેલાડીઓના પ્રદર્શનને લઇને ચિંતા વ્યક્ત કરી, ત્યારબાદ મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ સ્ટાર અને ફિલ્ડીંગ કૉચ જ્હોન્ટી રોહડ્સે તેને સણસણતો જવાબ આપ્યો હતો
મુંબઇઃ આઇપીએલની ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓ પ્રદર્શનને લઇને સોશ્યલ મીડિયા પર આરોપો અને સવાલો ઉઠી રહ્યાં છે. રોમાંચક મેચમાં ચેન્નાઇ માત્ર એક રનથી મેચ હાર્યુ અને મુંબઇએ ચોથી વાર ફાઇનલમાં જીતીને ટ્રૉફી નામે કરી લીધી હતી. આ સાથે જ ક્રિકેટ દિગ્ગજના મહારથીઓ પણ ચોંકી ગયા હતા. આ બધાની વચ્ચે આઇપીએલના કૉમેન્ટેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર સંજય માંજરેકરે ફાઇનલ મેચમા લેવલ પર સવાલ ઉભા કર્યા, ખેલાડીઓના પ્રદર્શનને લઇને ચિંતા વ્યક્ત કરી, ત્યારબાદ મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ સ્ટાર અને ફિલ્ડીંગ કૉચ જ્હોન્ટી રોહડ્સે તેને સણસણતો જવાબ આપ્યો હતો. મેચ બાદ સંજય માંજરેકરે ટ્વીટ કરીને કહ્યું, ''સારુ ક્રિકેટ જોવા ના મળ્યુ, પણ આઇપીએલ ઇતિહાસની બેસ્ટ ફાઇનલ રહી.'' આ બાદ જ્હોન્ટી રોહડ્સે માંજરેકરે કૉટ કરીને લખ્યુ, ''કેટલીય વર્લ્ડકપ ફાઇનલ પણ 5-4 વાળી થ્રિલર મેચ નથી હોતી, સંજય માંજરેકર જીત માત્ર જીત હોય છે, વધુ એક શાનદાર આઇપીએલ માટે અભિનંદન. આશા રાખુ છુ કે હવે શ્વાસ રોકાઇ ગયો હશે, શું ફિનિશ રહ્યું.''