નવી દિલ્હીઃ દેશમાં પડી રહેલ હાડ થીજવતી ઠંડીનો કહેર દિલ્હીમાં પણ જોવા મળી રહ્યો છે. અહીં ઠંડીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. લોકોએ પણ સ્વીકાર્યું કે આવી ઠંડી ડિસેમ્બરના મહિનામાં આજ સુધી પહેલા ક્યારેય નથી જોઈ. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દિલ્હના આ હાડ થીજવતી ઠંડીમાં ભારતના પૂર્વ હોકી ખેલાડી અમરજીત સિંહ ફુટપાથ પર પોતાનું જીવન વિતાવવા માટે મજબુર છે. અમરજીત સિંહ એથલેટિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.


આ ખેલાડીની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂકી છે. તે જૂનિયર હોકીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. પોતાની રમત વડે લંડન અને જર્મનીમાં ઘણા વર્ષો વિતાવ્યા.     પરંતુ હવે આ પૂર્વ ખેલાડી દિલ્હીના પહાડ ગંજ વિસ્તારમાં ગમે તેમ કરીને દિવસો પસાર કરી રહ્યો છે.




આ ખેલાડી વિશે હાલમાં વધારે જાણકારી મળી નથી. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોયા બાદ ખેલ મંત્રી કિરણ રિજિજૂએ મદદનું આશ્વાસન આપ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું, હું સોશિયલ મીડિયાના માધ્યમથી સતત કહેતો રહ્યો છું કે કોઈપણ જેમણે ભારત માટે પ્રતિનિધિત્વ કર્યું છે અને હવે દયનીય સ્થિતિમાં છે તેમને આર્થિક મદદ કરાશે. તેમની જાણકારી મળી જાય, તો અમે જરૂર મદદ કરીશું. અમિતાભ બચ્ચન પણ મદદ માટે આગળ આવ્યા છે. તેમણે પણ ટ્વીટ કરીને લખ્યું કે,  તેમને ક્યાં અને કેવી રીતે મદદ કરી શકાય શું આ વિશે માલુમ પડે તેવું શક્ય છે…