નવી દિલ્હીઃ વનડે અને ટી20માં ઓપનિંગમાં સક્સેસ ગયેલા રોહિત શર્માને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગમાં ઉતારવાની વાતો ચાલી રહી છે. આ માટે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ હા ભરી દીધી છે. બીજીબાજુ કેએલ રાહુલ સતત નિષ્ફળ જઇ રહ્યો છે, હવે આવામાં રોહિત શર્મા માટે બધા રસ્તાં ખુલ્લા છે. જોકે, આ બધાની વચ્ચે પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન નયન મોંગિયાએ રોહિત શર્માનો વિરોધ કર્યો છે.

રોહિતને ટેસ્ટમાં આપનર તરીકે ઉતારવાની વાત સૌથી પહેલા સૌરવ ગાંગુલીએ કહી બાદમાં વીવીએસ લક્ષ્મણ સહિતના ખેલાડીઓએ સપોર્ટ કર્યો હતો. હવે ચીફ સિલેક્ટરના નિવેદન બાદ રોહિતના રસ્તાં ખુલી ગયા છે. જોકે, નયન મોંગિયાએ આ પ્રસ્તાવ પર નારાજગી દર્શાવી અને બીસીસીઆઇને સવાલો કર્યા છે.



મોંગિયાએ સિલેક્ટર્સને પુછ્યુ કે, તેમને ઓપનર તરીકે એક સિઝનમાં 800 થી 1000 રન બનાવનારા ખેલાડીઓને નજર અંદાજ કર્યા છે, પંચાલ અને ઇશ્વરન ડૉમેસ્ટિક ક્રિકેટમાં 50-60ની એવરેજથી રન બનાવી રહ્યાં છે, શું તેમને મોકો મળશે?



રોહિત શર્માને પણ લીધો આડેહાથે
મોંગિયાએ કહ્યું કે, એકબાજુ ઓપનિંગ ખાસ વસ્તુ છે. વળી લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં ઓપનિંગ અને ટેસ્ટમાં ઓપનિંગ અલગ અલગ છે. રોહિતે જેવુ વનડેમાં કરે છે તેનુ ટેસ્ટમાં કરવુ પડશે. તેને ટેસ્ટ ક્રિકેટ પ્રમાણે પોતાની રમતને બદલવી પડશે, પોતાનામાં બદલાવ લાવવો પડશે, આમ થશે ત્યારે આની અસર રોહિતની વનડે રમતમાં પણ દેખાશે.